આજકાલ હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં રોડના કિનારે સુતેલા એક વ્યક્તિને ટ્રક ચાલકે કચડી નાખ્યો હતો. આ ઘટનામાં વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારનારો જ રાત્રે જેસલમેરના ગાદીસર ચૌરાહા પાસે આંબેડકર પાર્કની સામે બની હતી. અકસ્માતના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રક ચાલક કેવી રીતે ફૂટપાથ પર સૂતેલા વ્યક્તિ ઉપર ટ્રક ચડાવી દે છે.
ત્યારબાદ ટ્રકચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મૃતક વ્યક્તિની તપાસ કરી ત્યારે તેના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે આધારકાર્ડ ઉપર થી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કરી છે. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
મૃત્યુ પામેલા યુવકનું નામ અનિલ પ્રજાપતિ હતું. તે જેસલમેરમાં મજૂરી કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ એ જણાવ્યું કે, તેમને રાત્રે 11 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક ટ્રકે એક મજૂરને કચડી નાખ્યો છે.
રોડ ઉપર સૂતેલા વ્યક્તિ ઉપર ટ્રક ચડાવી દીધો, વ્યક્તિનું ઊંઘમાં જ કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/dBEvig8pX0
— GUJJU ROCKZ (@gujju_rockz) October 20, 2022
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ફૂટપાથ પર સૂતેલા મજુરના માથા ઉપર ટ્રક ચાલકે ટ્રક ચડાવી દીધો હતો. જેના કારણે મજૂરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલકની શોધ કોણે શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment