મુકેશ અંબાણીએ દુબઈમાં 1352 કરોડની આલીશાન ‘હવેલી’ લીધી, આ હવેલીની અંદર 210 તો ખાલી…

Published on: 10:41 am, Fri, 21 October 22

મિત્રો ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના મુકેશ અંબાણીને તો તમે બધા ઓળખતા જ હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર સતત ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી દેશના સૌથી મોટા મોંઘા ઘર એન્ટાલીયામાં રહે છે. ત્યારે હવે મુકેશ અંબાણીએ દુબઈમાં પણ સૌથી મોટી પ્રોપર્ટી ડીલ કરી છે.

મળતી માહિતી અનુસાર મુકેશ અંબાણીએ દુબઈમાં લીધેલી પ્રોપર્ટીની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહી છે. આ વખતે મુકેશ અંબાણીએ દુબઈમાં આટલી મોંઘી પ્રોપર્ટી લીધી છે કે તમામ રેકોર્ડિંગ તૂટી ગયા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી ખરીદી છે.

થોડાક સમય પહેલા મુકેશ અંબાણીએ દુબઈમાં 80 મિલિયન ડોલરના મૂલ્યની એક પ્રોપર્ટી ખરીદી હતી. ત્યારે હવે મુકેશ અંબાણીએ તેના કરતાં પણ બમણી કિંમતની પ્રોપર્ટી ખરીદી છે. મળતી માહિતી અનુસાર મુકેશ અંબાણીએ દુબઈમાં 163 મિલિયન ડોલરની હવેલી ખરીદી છે. એટલે કે મુકેશ અંબાણીએ 1352 કરોડ રૂપિયાની આલીશાન હવેલી ખરીદી છે.

મળતી માહિતી અનુસાર મુકેશ અંબાણીએ 1352 કરોડમાં મુકેશ અંબાણીએ ખરીદી આલીશાન હવેલી આશરે 163 મિલિયન ડોલરમાં પામ જુમેરાહ હવેલી ખરીદી છે. એક વ્યક્તિએ આ માહિતી આપી છે પરંતુ તેને પોતાનું નામ આપ્યું નથી. મુકેશ અંબાણીની આ પ્રોપર્ટી ખરીદી બાદ દુનિયાના બીજા ધનિકો દ્વારા પણ અહીં પ્રોપર્ટી ખરીદવા માટે હોટ લાગી ગઈ છે.

હાલમાં મુકેશ અંબાણીની આ પ્રોપર્ટી ની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચારે બાજુ ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હવેલીની અંદર 210 તો ખાલી બેડરૂમ છે. આ આંકડો સાંભળીને જ તમે વિચારી શકો છો કે હવેલી અંદરથી કેટલી મોટી હશે અને તેમાં કેવી સુવિધાઓ હશે.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હવેલીની અંદર દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે. મળતી માહિતી અનુસાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ 88.3 અજબ ડોલર છે. તેઓ દુનિયાની આઠમા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. ગૌતમ અદાણી પછી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુકેશ અંબાણીએ દુબઈમાં 1352 કરોડની આલીશાન ‘હવેલી’ લીધી, આ હવેલીની અંદર 210 તો ખાલી…"

Leave a comment

Your email address will not be published.


*