રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે સામેથી આવતી કારને કચડી નાખી, માં-દીકરી સહિત 4 લોકોના કરુણ મોત… હે ભગવાન આવા દિવસો કોઈ પરિવારને ન બતાવતો…

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આપણે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈએ છે જેમાં એક જણાની બેદરકારીને પરિણામ અન્ય લોકોએ ભોગવવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં હાઇવે રોડ પર એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટનામાં કારમાં સવાર માં-દીકરી સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિનું ત્યાર પછી મોત થયું હતું. આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ મુલતાઈ-બેતુલ હાઇવે ઉપર બની હતી. 108 ના કર્મચારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને નાગપુર સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.

પરંતુ કાર ચાલકે રસ્તામાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે આટલી જોરદાર ટક્કર થઈ હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક રોંગ સાઈડમાં બેતુલ તરફ જઈ રહ્યો હતો ત્યારે બેતુલથી મુલતાઈ તરફ આવી રહેલી કારને ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા. જેમાં બે મહિલાઓને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 48 વર્ષીય કારચાલક સંજીવકાંત ભગત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પરંતુ યોગ્ય સારવાર મળે તે પહેલા તેમનું પણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 52 વર્ષીય ઉર્મિલાબેન અને તેમની 35 વર્ષીય દીકરી શીતલે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર માં-દીકરી સારવાર માટે બેતુલ ગયા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલ એક મહિલા ગર્ભવતી હતી. તેથી મહિલા ડોક્ટરના આગમન પર તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક અને અન્ય એક વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે ટ્રક પર કબજો લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*