સ્ટેજ ઉપર અભિનય કરી રહેલા કલાકારનું અચાનક જ થયું મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 12:15 pm, Sat, 24 December 22

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્ટેજ પર અભિનય કરી રહેલા એક કલાકારનું અચાનક જ મોત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેનો એક વિડીયો પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર ઘણા કલાકારો ડાન્સ કરી રહ્યા હતા.

ત્યારે સ્ટેજ પર ઉભેલો એક કલાકાર અચાનક જ ઢળી પડે છે. ત્યારબાદ તે કલાકારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના કર્ણાટકમાંથી સામે આવી છે. મૃત્યુ પામેલો કલાકાર યક્ષગાન મંડળનો છે.

તેનું નામ ગુરુવપ્પા બપારુ હતું અને તેની ઉંમર 58 વર્ષની હતી. તેનું મૃત્યુ તથા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના મિત્રએ જણાવ્યું કે, એક મેળામાં યક્ષગાન નામનું નાટક ચાલી રહ્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર ઘણા કલાકારો ડાન્સ કરી રહ્યા હતા.

આ નાટકમાં ગુરુવપ્પા બપારુ શિશુપાલનો પાત્ર ભજવી રહ્યો હતો. આ દરમિયાન તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો. સ્ટેજ પર જ્યારે અન્ય કલાકારો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે તે સ્ટેજ પર સાઈડમાં ઉભેલો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગુરુવપ્પા બપારુને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ગુરુવપ્પા બપારુનું મૃત્યુ થતાં જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના એક વ્યક્તિના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્ટેજ ઉપર અભિનય કરી રહેલા કલાકારનું અચાનક જ થયું મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*