ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે આણંદના ધર્મજ પાસે બનેલી એક ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ ખાનગી લક્ઝરી બસ એકબીજા સાથે અથડાતા ગંભીર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકો પહોંચી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. બસ સુરત થી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી.
સદનસીબે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈ પણ મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર હાઇવે માર્ગ પર થોડા દિવસો પહેલા એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનામાં એક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી જેના કારણે 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણ જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે.
અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા હશે. વર્ષ 2021 માં દેશમાં કુલ 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા હતા. જેમાં 1.73 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment