હે માતાજી..! તક્ષશિલા કરતાં પણ મોટી આ સાત માળની બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ,અત્યાર સુધીમાં 43 લોકોના મોત – જુઓ વિડિયો

મિત્રો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે રાત્રે મોતનું તાંડવ જોવા મળ્યું હતું. પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાંકા માં સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધી લગભગ 43 થી 45 જેટલા લોકોનું મૃત્યુ થયું છે

જ્યારે 22 થી 25 જેટલા લોકો ઘાયલ થવાની માહિતી સામે આવી છે અને ઘાયલો પણ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.7 માળની મોટી ઈમારતના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં ગુરુવારે લગભગ રાત્રે 9:50 વાગ્યે આગ લાગતા અફરાત ફરી મચી ગઈ હતી

અને થોડીક જ વારમાં આગ બિલ્ડિંગના ઉપરના માળ તરફ પણ ફેલાઈ ગઈ અને અધિકારીએ જણાવ્યું કે આગ ના કારણે લગભગ 75 જેટલા લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા જેમાંથી 42 લોકો વેપાર થઈ ગયા અને તેમને બિલ્ડીંગ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. ત્યાંના આરોગ્ય પ્રધાને જણાવ્યું કે ઢાંકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 જેટલા લોકોના મોત થયા જ્યારે નજીકની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોના મૃત્યુ થયા છે

જ્યારે 22 લોકોની સારવાર ચાલી રહી છે.પીડીતો એ જણાવ્યું કે આગ લાગ્યા બાદ તેઓ પોતાનો જીવ બચાવવા માટે એક બિલ્ડીંગ પરથી છલાંગ લગાવતા હતા અને ઘણા લોકો એવું પણ કહ્યું કે અમે અમારો જીવ બચાવવા કાત તોડીને બિલ્ડિંગની નીચે કૂદી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*