Terrible accident: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર અવારનવાર ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોતા હશો. ત્યારે હાલમાં કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ટ્રક અને સામેથી આવતી ઝડપી કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે, કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. આ ભયંકર અકસ્માત ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રક રસ્તા પર જતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન ટ્રકની સામેથી એક ખૂબ જ ઝડપમાં કાર આવી રહે છે.
ટ્રક ચાલક કાંઈ સમજે તે પહેલા તો કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ક્યાની અને ક્યારની છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ અકસ્માતની ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હશે.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર 30 મે ના રોજ @Godwinsafety નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વીડિયોના કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે, આહવિતીસો-તારકવા ખાતે ગઈકાલે ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ.
CCTV footage of fatal accident that happened yesterday at Ahwitieso-Tarkwa . Driver should be extra care driving at night and also have enough rest before starting a journey pic.twitter.com/eTOyYN9fRn
— SafetytipswithGodwin (@Godwinsafety) May 30, 2023
ડ્રાઇવર એ રાત્રિના સમયે વધુ કાળજી રાખવી જોઈએ અને મુસાફરી કરતા પહેલા પૂરતો આરામ કરવો જોઈએ. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment