આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે ખાનગી સ્કૂલ બસ રોંગ સાઈડમાં જતી હતી અને બસની સ્પીડ પણ ખૂબ જ વધારે હતી. આ સમગ્ર ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ગાઝિયાબાદમાં દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારના રોજ સવારના સમયે બની છે. અકસ્માતની ઘટના આજરોજ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મેરઠના ઇચોલી પોલીસ સ્ટેશનના ધાનપુર ગામનો પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. કારમાં ચાર બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં રોંગ સાઈડમાં આવતી સ્કૂલ બસ અને TUV કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સદનસીબે અકસ્માતની ઘટના બની ત્યારે સ્કૂલ બસમાં કોઈપણ બાળકો હાજર ન હતા. પરંતુ આ અકસ્માતની ઘટનામાં કારમાં સવારે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે.
VIDEO | Five people were killed after a SUV collided with a bus on Delhi-Meerut Expressway in Ghaziabad. More details are awaited.
(Warning: Disturbing visuals)
(Source: Third Party) pic.twitter.com/USXK2kej3f— Press Trust of India (@PTI_News) July 11, 2023
આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય નરેન્દ્ર યાદવ, તેમની 42 વર્ષીય પત્ની અનિતા, 12 વર્ષનો દીકરો હિમાંશુ અને 15 વર્ષના દીકરા કાર્તિક નું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં નરેન્દ્રના ભાઈ ધર્મેન્દ્રની પત્ની બબીતા અને દીકરી વંશીકાનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં ધર્મેન્દ્ર અને તેનો દીકરો આર્ય અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હાલમાં તેમની સારવાર ચાલુ છે.
#WATCH उत्तर प्रदेश: गाजियाबाद में एक स्कूल बस और कार की आपस में टक्कर हुई, हादसे में 6 लोगों की मौके पर मृत्यु हो गई।
(वीडियो सीसीटीवी का है) https://t.co/AJmKJhYzTw pic.twitter.com/7dEHQ4L9Y9
— ANI_HindiNews (@AHindinews) July 11, 2023
અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ખાનગી સ્કૂલ બસ રોંગ સાઈડમાં ખૂબ જ ઝડપમાં આવી રહે છે. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સ્કૂલ બસ લગભગ 8 km થી રોંગ સાઈડમાં ચાલતી હતી. ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. હાલમાં તો પોલીસે તેને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment