ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્વીફ્ટ કારનો ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પોલીસ જવાનનું મોત થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી.
આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ સંજય ચક્રવતી હતું. સંજય ચક્રવતી માનસી ગંગા નામની એક હોટલમાં રાત્રે ભોજન કરીને લગભગ 1.30 વાગ્યાની આસપાસ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખૂબ જ વધારે પડતી સ્પીડમાં સંજય ચક્રવર્તી કાર ચલાવી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં અચાનક જ તેમને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલી કાર પલટી ખાઈને એક ગાર્ડનની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે કારમાં સવાર પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું મોત થયું છે. અકસ્માત ની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચક્રવર્તીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં હાજર ડોક્ટરે પોલીસ કોન્સ્ટેબલ સંજય ચક્રવતીને મૃત જાહેર કર્યા હતા. આ વાત ના સમાચાર તેમના પરિવારજનોને મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સંજય ચક્રવતીનું મોત થતા જ તેમના પરિવારજનો મિત્ર મંડળ અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે તાજેતરમાં જ સંજય ચક્રવર્તી ટ્રેનિંગ બાદ પરત ફર્યા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment