હાલમાં બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ઉપાડ ઝડપે આવતું વાન રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં વાનમાં બેઠેલા છ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ કાળજુ કંપાવી દેનારો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. આ અકસ્માતની ઘટના તમિલનાડુમાંથી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ભયંકર અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે તમિલનાડુના સામેલ વિસ્તારમાં બની હતી.
4 વાગ્યાની આસપાસ સાલેમ-ઈરોડ હાઇવે પર રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ એક ઝડપી વાન ઘૂસી ગયું હતું. જેના કારણે ભયંકર અકસ્માત સળગાયો હતો. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે વાનમાં આઠ લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
તમિલનાડુમાં ફૂલ સ્પીડમાં આવતી વાને પાર્ક કરેલી ટ્રકને મારી જબરદસ્ત ટક્કર- 6 લોકોના મોત pic.twitter.com/BytexWWl3d
— Trishul News (@TrishulNews) September 6, 2023
આ અકસ્માતની ઘટનામાં વાનના ડ્રાઇવર અને એક મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંનેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રકની પાછળ વાન ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત આટલો ભયંકર હતો કે વાનનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક આગળ ચલાવે છે. પછી શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment