રેતી થી ભરેલો ઝડપી ટ્રક સ્વીફ્ટ કાર ઉપર પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત, કારનો તો છૂંદો બોલાવી દીધો… વીડિયો જોઈને કાળજુ કંપની ઉઠશે…

Viral video of terrible accident: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ અકસ્માતની ઘટનાના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા નજરે પડી રહ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે વિડિયો જોઈને હૈયુ ધ્રુજે ઉઠશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રસ્તા પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહે છે. રસ્તાની બંને બાજુ પોલીસના બેરીકેટ અને વળાંક હોવાના કારણે વાહનો ધીમી સ્પીડમાં ચાલતા નજરે પડી રહ્યા છે.

કેટલાક વાહનો વળાંક મળી રહ્યા છે, જ્યારે કેટલાક વાહનો રોડ ક્રોસ કરી રહ્યા છે. ત્યારે અચાનક જ એક રેતી કાંકરાથી ભરેલો ઝડપી ટ્રક ત્યાં આવે છે. ટ્રક ખૂબ જ ઝડપમાં હોય છે આ દરમિયાન આગળ એક કારચાલક સામે કાર આવી જતા બ્રેક લગાવે છે. જેના કારણે ટ્રક ચાલક સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી બેઠે છે અને આગળ ઊભેલી કારને બચાવવા તરત જ સ્ટેરીંગ ફેરવી દે છે.

જેના કારણે ટ્રક પલટી ખાઈ ગયો તો પરંતુ આ ઘટનામાં ત્યાં ઉભેલી એક અન્ય કાર ટ્રકની નીચે આવી ગઈ હતી. આ ઝડપી ટ્રક કાર ઉપર પલટી ખાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોના રુવાડા ઊભા થઈ ગયા હતા.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ facebook પર Zulfi Masood journalist નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 4 મિલિયન થી પણ વધારે લોકોએ જોયો છે વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*