પાલનપુરમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. પાલનપુરના ગઠામણ પાટીયા નજીક દારૂથી ભરેલી કારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઝડપમાં જતી દારૂથી ભરેલી કાર અચાનક જ બેકાબુ બનીને રેલિંગ સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર બે લોકો ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે ત્યાં કોઈ રાહદારી અથવા તો વાહનની અવરજવર ન હતી આ કારણોસર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જાણવા મળી રહ્યો છે કે આ અકસ્માતની ઘટના વેલી સવારે બની હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દારૂ ભરેલી કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી. આ દરમિયાન અચાનક જ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક તેના સાથી મિત્ર સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
દારૂથી ભરેલી ઝડપી કાર અચાનક જ બેકાબુ થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/jqQeauydSd
— GUJJU ROCKZ (@gujju_rockz) August 15, 2023
વહેલી સવારે અકસ્માતની ઘટના બની આ કારણોસર કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસ ઉભેલા કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલમાં આ અકસ્માતની ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક ઝડપી કાર રોડની બાજુમાં લાગેલી રેલીંગ સાથે અથડાય છે. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આસપાસના લોકો કાંઈ સમજે તે પહેલા તો કારમાં સવાર બંને લોકો ત્યાંથી ભાગી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment