ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં મેડિકલ કોલેજના(Medical College) 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. અકસ્માતની ઘટના બુધવારના રોજ લગભગ રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.
આ અકસ્માતની ઘટના રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારમાં બની હતી. અહીંની મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓ રાત્રિના સમયે અકલેરા તરફના ધાબા પર ભોજન લેવા માટે ગયા હતા. ભોજન કર્યા બાદ ત્રણેય વિદ્યાર્થીઓ બુલેટ લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ખૂબ જ અંધારું હતું જેના કારણે બુલેટ ચાલક વિદ્યાર્થીને રસ્તા ઉપર ઉભેલો ટ્રક દેખાયો નહી.
જેના કારણે ઝડપી બુલેટ ટ્રકમાં ઘૂસી ગયું હતું. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર ત્રણેય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ત્યારબાદ ત્રણેયની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 21 વર્ષના પ્રશાંત અને 28 વર્ષના પ્રવીણ રાજપુતને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓની સારવાર હાલમાં ચાલી રહે છે અને તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ત્રણેય 2021ના બેચના વિદ્યાર્થીઓ છે અને ત્રણેય બીજા વર્ષમાં હતા.
આ ઘટનાની જાણ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ છૂટી પડ્યો છે. મૃત્યુ પામેલો પ્રશાંત પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. લગભગ છ મહિના પહેલા એમબીબીએસમાં સિલેક્ટ થયા બાદ તે ઝાલાવાડ આગળનો અભ્યાસ પૂરો કરવા માટે ગયો હતો. પ્રશાંતના સંબંધીઓએ જણાવ્યું કે, તે ડોક્ટર બનીને ગરીબ લોકોની સેવા કરવા માંગતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment