આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અન્ય વાહન ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે મોડાસા તાલુકાના રાસલપુર પાસે બનેલી એક દર્દનાથ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ પર સવાર 4 લોકોમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. રાસુલપુર ગામના એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે બહાર જવા નીકળ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં પુરપાડ ઝડપે આવતી એક કારે તેમની બુલેટને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ પર સવાર નાના બાળકો સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે નોંધ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી એક બાળકીને 108ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં સુધીમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
આ ગંભીર અકસ્માતની ઘટના અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઇવે ઉપર બની હતી. આ ઘટનામાં માસી અને ભાણીયા સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ત્રણેયના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પ્રસંગમાં જતી કારે બુલેટને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment