ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે સુરત-મુંબઈ નેશનલ હાઈવે ઉપર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના હાઇવે પર ચાર્રોટી જંકશન પાસેના કાસા ગામની સીમામાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં સુરત જિલ્લાના બારડોલીના NRI પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો બારડોલી થી લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બી.એન.આર.આઈને એરપોર્ટ ઉપર મૂકવા જઈ રહેલી સ્કોડા કારને આ ગમ્યા સંજોગોમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.
અકસ્માતની ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર હાઈવે રોડ ઉપર કાર અને બસ વચ્ચે ટક્કર તથા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. કારમાં સવાર લોકો મુંબઈ જઈ રહ્યા હતા. ચારેય લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર બસ સાથે જઈને અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર બારડોલીમાં પરિવારને મળવા આવેલા એનઆરઆઈ ઈબ્રાહીમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાનું હોવાથી તેમના સંબંધિત ઈસ્માઈલ મહંમદ દેસાઈ અને સ્કોડા કારચાલક મહમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા.
રાત્રે લગભગ ચાર વાગ્યાની આસપાસ ઘોડાકાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા હતા. ચારેયના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને મુસ્લિમ સમુદાયમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત્રી ઘટના આટલી ગંભીર હતી કે કારનો તો ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment