ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ખાનગી શાળાના શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક શિક્ષક અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શિક્ષકના મોતના સમાચાર મળતા જ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે. અતુલ યાદવ અને સુમિત કુમાર નામના બે શિક્ષકો શ્રી કૃષ્ણ નામની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બંને દરરોજ બાઈક પર શાળાએ જતા હતા. દરરોજની જેમ બંને આજરોજ સવારે પણ બાઈક લઈને શાળાએ જવા માટે નીકળ્યા હતા.
બંને શિક્ષકો બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક ટ્રેક્ટર ટ્રોલી ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને શિક્ષક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંને શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે શિક્ષક અતુલ યાદવને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષક સુમિતને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર હાલતમાં વધુ સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
અતુલ યાદવના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા અતુલ યાદવના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment