હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 5માં અભ્યાસ કરતા એક માસુમ બાળકનું મૃત્યુ થયું છે. બાળકનું મૃત્યુ થતાં જ પરિવારના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર શિક્ષકની ધુલાઈના કારણે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોની ફરિયાદ પર આરોપી શિક્ષક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ ઘટના ગ્રેટર નોઈડામાં બની હતી. એવું જાણવા મળી રહ્યું છે કે 7 ઓક્ટોબરના રોજ હોમવર્ક ન કરવા પર શિક્ષકે વિદ્યાર્થીની ધુલાઈ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. તેથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. હોસ્પિટલમાં શનિવારના રોજ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બની આબાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી શિક્ષકને પકડવા માટે ચાર ટીમ બનાવી છે.
મળતી માહિતી અનુસાર બાંબાવડ ગામના દેવદત્ત નામનો વ્યક્તિ મજૂરી કામ કરે છે. તેની પત્ની મીનાક્ષી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દેવદત્તનો મોટો દીકરો 11 વર્ષનો છે અને તેનું નામ પ્રિન્સ હતું. તે ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. ગુરૂવારના રોજ શિક્ષકે ધોરણ પાંચ ના તમામ બાળકોને હોમવર્ક આપ્યું હતું.
પ્રિન્સના પરિવારજનોએ જણાવ્યું કે, શુક્રવારના રોજ પ્રિન્સે હોમવર્ક ન કર્યું હોવાના કારણે તેને શુક્રવારે શાળાએ ન જવાની પણ જીદ કરી હતી. પરંતુ અમે તેને સમજાવીને શાળાએ મોકલ્યો હતો. હોમવર્ક ન થયું હોવાના કારણે શાળામાં શિક્ષકે પ્રિન્સની ખૂબ ધુલાઈ કરી હતી. આ ઘટનામાં ફ્રેન્ચના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયું હતું.
ત્યારબાદ શિક્ષકે પ્રિન્સના પરિવારજનોને શાળાએ બોલાવ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો શાળાએ પહોંચી આવ્યા હતા. પરિવારના લોકો અને શાળાના પ્રિન્સિપલ પ્રિન્સને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તેની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેને દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં શનિવારના રોજ સાંજે સારવાર દરમિયાન પ્રિન્સનું મૃત્યુ થયું હતું.
પ્રિન્સનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પરિવારજનો નો આરોગ છે કે, શિક્ષકે પ્રિન્સની એટલી ખરાબ રીતે ધુલાઈ કરી કે તેની માથાની નસ ફાટી ગઈ હતી. જેના કારણે તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. આરોપી શિક્ષકે પોતાની ભૂલની કબુલાત કરી હતી. દીકરાના મૃત્યુ બાદ પરિવારના લોકોએ રવિવારના રોજ ભારે હોબાળો મચાવ્યો હતો. આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment