સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે બે દિવસ પહેલા એટલે કે ગુરુવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં નેશનલ હાઈવે પર જતી એક સ્વિફ્ટ કારને ભયંકર અકસ્માત નડ્યો હતો.
અકસ્માત આટલો ગંભીર હતો કે ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને બે લોકો વિજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના હરિયાણાના મહેન્દ્રગઢમાં બની હતી. નેશનલ હાઈવે 152 D પર ગામ બાચીની ફ્લાયઓવર પાસે સ્વીફ્ટ કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં છ લોકો સવાર હતા. કારમાં સવાર તમામ લોકો દિલ્હીના રહેવાસી હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય સોમેશ, 35 વર્ષીય ધર્મેન્દ્ર, ધર્મેન્દ્રની પત્ની અને બે વર્ષની દીકરીનું મોત થયું છે.
જ્યારે મૃત્યુ પામેલા સોમેશની પત્ની અને દસ વર્ષનો દીકરો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉચ્ચ કેન્દ્ર રીફર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા ચારેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અચાનક જ swift કાર સાથે આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી. જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment