રાજકોટમાં મહિલાનું ગરબા રમતા-રમતા હાર્ટ એટેકથી મોત… અચાનક જ છાતીમાં દુખાવો થયો અને પછી તો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. રાજકોટમાં એક મહિલાનું ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ પર કૃષ્ણા બંગ્લોઝમાં રેલવે તેમજ સરકારી કર્મચારીઓ તેમજ પરિવાર માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નવરાત્રીમાં રાજકોટ રેલવે ડિવિઝન ઇલેક્ટ્રોનિક વિભાગના સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર સકસેના પોતાની પત્ની સાથે ગરબા રમવા આવ્યા હતા. રાકેશ કુમારની પત્ની કંચનબેન જ્યારે ગરબા રમી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. એટલે તેઓ સાઈડમાં બેસી ગયા હતા. પછી તો અચાનક જ તેઓ બાજુમાં બેઠેલી મહિલાના ખોળામાં ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા જ ત્યાં હાજર સૌ કોઈ લોકો દોડી પડ્યા હતા અને પછી કંચનબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

સૌપ્રથમ કંચનબેન ને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર કંચનબેન નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*