હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે વિદ્યાર્થીઓ માંથી એક વિદ્યાર્થીને પુરપાટ ઝડપે જતી એમ્બ્યુલન્સ જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હત, તેથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ દર્દના અકસ્માતની ઘટના મંગળવારના રોજ સવારના સમયે બની હતી.
ભરતપુરના નાદબાઈ વિસ્તારમાં નશાની હાલતમાં પુરપાટ ઝડપે જઈ રહેલા એમ્બ્યુલન્સ ચાલકે મોર્નિંગ વોક પર નીકળેલા ધોરણ 12ના બે વિદ્યાર્થીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થી પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જયારે એક વિદ્યાર્થી સારવાર ચાલી રહ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રોડના કિનારે બે યુવકો ચાલી રહ્યા છે. આ દરમિયાન પાછળથી આવી રહેલી એમ્બ્યુલન્સે બંને યુવક માંથી એક યુવકને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને આગળ જઈને પુલ સાથે અથડાઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર ને કસ્ટડીમાં લઇ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 17 વર્ષીય રામેશ્વર સિંહ અને 17 વર્ષીય વિશાલ નામના બે યુવકો મંગળવારના રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. આ દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે બંને યુવકોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. એમ્બ્યુલન્સ ચાલક રામેશ્વર સિંહને 40 ફૂટ સુધી ઘસડી ગયો હતો.
મોર્નિંગ વોક પર નીકળેલા વિદ્યાર્થીને પુરપાટ ઝડપે જતી એમ્બ્યુલન્સે લગાવી જબરદસ્ત ટક્કર, વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/xxOoitqwYR
— GUJJU ROCKZ (@gujju_rockz) June 22, 2022
આ ઘટનામાં સારવાર દરમિયાન રામેશ્વરનું કરુણ મૃત્યુ નીપજયું હતું. હાલમાં વિશાલની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે, એમ્બ્યુલન્સ ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં મિલન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રામેશ્વર નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment