“ચાઈનીઝ એપ” માંથી લોન લેનાર 22 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો સમગ્ર ઘટના…

Chinese app loan student commits suicide: દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુસાઇડ(suicide) જેવું મોટું પગલું ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 22 વર્ષના વિદ્યાર્થીએ(student committed suicide) ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

કહેવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ ચાઈનીઝ લોન એપના એજન્ટ થી પરેશાન થઈને સુસાઇડ જેવું પગલું ભરી દીધું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઓળખ તેજસ તરીકે થાય છે. તેજસ બેંગલોરના જલાહલ્લીમાં રહેતો હતો. અહીં તે યેલહંકાની નિટ્ટે મીનાક્ષી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.

મૃત્યુ પામેલા તેજસના સંબંધીઓએ જણાવ્યું કે, તેજસે સ્લાઈસ એન્ડ ઈન્સ્ટોલમેન્ટ નામની ચાઈનીઝ એપ પરથી લોન લીધી હતી. પરંતુ તે લોનના પૈસા પરત કરી શક્યો ન હતો. જેના કારણે લોન એજન્ટ ઘરે આવીને તેજસને ધમકાવતા હતા તેવું પરિવારના સભ્યોએ કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી તેજસના કેટલાક તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી રહી હતી.

તેજસે સુસાઇડ જેવું પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે, “મમ્મી પપ્પા મેં જે કર્યું તેના માટે મને માફ કરી દેજો, મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. હું મારા નામ પર લીધેલી લોન ચૂકવી શક્યો નથી અને આ મારો અંતિમ નિર્ણય છે..અલવિદા”

મળતી માહિતી અનુસાર સુસાઇડના ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા તેજસના પિતાએ લોનની સંપૂર્ણ રકમ ચૂકવવા માટે થોડોક સમય માગ્યો હતો. તેમ છતાં પણ લોનનો એજન્ટ સતત ધમકીઓ આપતો હતો. મંગળવાર ના રોજ એજન્ટે લોન માટે તેજસનેઅનેક કોલ કર્યા હતા અને પછી તેજસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*