તમે સોશિયલ મીડિયામાં તમે આવા કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે હાલમાં બનેલી પણ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પાટણમાંથી ધોરણ નવમાં ભણતો વિદ્યાર્થી ગાયબ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ધોરણ નવ માં ભણતો વિદ્યાર્થી સવારે અભ્યાસ કરવા માટે શાળાએ ગયો હતો.
પરંતુ હજુ સુધી તે ઘરે પરત ફર્યો નથી. મળતી માહિતી મુજબ પાટણમાં રહેતો અને ધોરણ-9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સવારે શાળાએ ગયો હતો. પરંતુ બપોર સુધી વિદ્યાર્થી ઘરે ન આવ્યો તેથી પરિવારજનોએ શાળા અને આજુબાજુના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
પરિવારજનોએ રાત સુધી દીકરાને શોધ્યો. પરંતુ દીકરો મળ્યો નહિ આ કારણોસર પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયું. મળતી માહિતી અનુસાર પાટણમાં આવેલી વસુંધરા પાર્ક સોસાયટીમાં રહેતો નીરવ નામનો દીકરો શાંતિનિકેતન સ્કૂલ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
સોમવારના રોજ સવારે શાળાએ અભ્યાસ કરવા માટે જાય છે. બપોરનો સમય થઈ ગયો છતાં પણ નીરવ ઘરે ન આવ્યો આ કારણોસર પરિવારજનોએ શાળામાં જાય અને એમની પૂછપરછ કરી હતી અને આસપાસના વિસ્તારમાં પણ નીરવની પૂછપરછ કરી.
પરિવારજનોએ રાત સુધી નીરવની શોધખોળ કરી પરંતુ નીરવ મળ્યો નહીં. ત્યાર બાદ પરિવારજનોએ સોશિયલ મીડિયામાંનો ફોટો શેર કરીને લખ્યું કે આ બાળક ખોવાઈ ગયેલો છે. આ સમગ્ર ઘટનાને લઇને નીરવના પરિવારજનોએ આ ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી.
જ્યારે પોલીસે બાળક વિશે પૂછ્યું ત્યારે પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ નિરવનો મોબાઈલ તુટી ગયો હતો. જ્યારે નીરવ સોમવારે શાળાએ જઈ રહ્યો હતો. ત્યારે નવો મોબાઈલ લાવી દેજો તેમ કહીને ગયો હતો. ત્યારબાદ નીરવ ઘરે પાછો આવ્યો જ નથી. પોલીસે પણ નીરવની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment