ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર : સીંગતેલ અને સરસવના તેલના ભાવમાં થયો આટલો ઘટાડો – જાણો નવા ભાવ…

Published on: 10:30 am, Wed, 13 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવો વધતા જાય છે. ખાદ્યતેલના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતો હતો. પરંતુ હાલમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સામાન્ય જનતાને થોડીક રાહત મળી છે. સીંગતેલ અને સરસવના તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલના કારોબારી બાદ સીંગતેલ અને સરસવનું તેલ સસ્તું થયું છે. જ્યારે પામોલિન અને સોયાબીનના તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ આયા તેલની સરખામણીએ સ્થાનિક તેલ 12-13 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે. સિંગતેલના ભાવમાં 30 થી 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. શિકાગો એક્સચેન્જ 1.8 ટકા જયારે મલેશિયા એક્સચેન્જ ત્રણ ટકા વધ્યો છે.

આ પરથી સાબિત થાય છે કે આયાત કરતા સ્વદેશી તેલ ઘણું સસ્તું મળે છે. સરસવના તેલના ભાવની વાત કરીએ તો જથ્થાબંધ ભાવ 148 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક કિંમતનો ભાવ 155-160 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યો છે.

ગયા મહિને 16 લાખ ટનનો સરસવનો જંગી પીલાણ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે, જો અમને યોગ્ય પ્રોત્સાહન મળતું રહ્યું તો હજુ પણ ઉત્પાદન વધશે. મળતી માહિતી મુજબ શિકાગો અને મલેશિયાના એક્સચેન્જમાં ઉછાળો થતાં સોયાબીન અને પામોલિન તેલના ભાવમાં વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!