આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજકાલના યુવાનોને આવો માતા-પિતાની વાતનું ખોટું લગાડતી અથવા તો કોઈ અન્ય વાતનું ખોટું લગાડીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. જ્યારે 21 વર્ષની એક વિદ્યાર્થિનીએ નર્મદા કેનાલમાં જંપ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે વિદ્યાર્થીનીનું પેપર ખરાબ જતાં તેને નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની જરોદ નજીક આઈટીએમ કોલેજમાં અભ્યાસ કરતી હતી. મૃત્યુ પામેલી યુવતી બોડેલીની રહેવાસી હતી.
મૃત્યુ વિદ્યાર્થીનીના પિતા બોડેલી નજીક રવેચી નામની હોટલ ચલાવે છે. તેમના પિતાનું નામ મનસુખભાઈ ગઢવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીનું 18 તારીખના રોજ પેપર બરાબર ન જવાથી નાપાસ થઈ હતી. વિદ્યાર્થીની પોતાના સામાન સાથે બોડેલી તેના ઘરે આવવા નીકળી હતી.
ઘરે આવવાના બદલે વિદ્યાર્થીની પુનમ ગઢવીએ જરોદ નજીક પસાર થતી નર્મદા મેઈન કેનાલ પાસે પહોંચી હતી અને તેમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ બાદ સોમવારે યુવતીનો મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું.
યુવતીનું મૃતદેહ બાલાસીનોર જવાના માર્ગે સેવાલિયા ગામ પાસેની કેનાલ માંથી મળી આવ્યું હતું. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવતીના મૃત્યુની પરિવારજનોને જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
યુવતીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા. ગઢવી પરિવારની લાડકવાયી દીકરી પૂનમનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment