હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં ધોરણ 11માં ભણતો એક વિદ્યાર્થી સ્કૂલની બાજુમાં આવેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કરે છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી પોતાનો જીવ ટૂંકાવા માટે 3 માળની બિલ્ડીંગ પર ચડી ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીને બચાવવા માટે એક યુવક છત પર પહોંચે છે.
પરંતુ તે વ્યક્તિ વિદ્યાર્થીને પકડે તે પહેલા તો વિદ્યાર્થીએ નીચે છલાંગ લગાવી દીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીને બચાવવા છતાં નીચે ઉભેલા ASIનો હાથ ભાંગી ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ આ પગલું ભરતા પહેલા બુધવારના રોજ રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી.
જેમાં તેને લખ્યું હતું કે માફ કરી દેજે માં, કાલે કદાચ હું નહીં રહું. આવી પોસ્ટ મૂકવા પાછળનું કારણ વિદ્યાર્થીના મિત્રએ પૂછ્યું હતું. પરંતુ વિદ્યાર્થીએ તેને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. આ ઘટના ભોપાલની અંદર આજરોજ સવારે બની હતી. મળતી માહિતી અનુસાર આ પગલું ભરનાર વિદ્યાર્થીઓનું નામ દાનીશ કુંજ છે અને તેની ઉંમર 18 વર્ષની છે.
તે એક ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. મળતી માહિતી અનુસાર ગયા વર્ષે પોલીસે વિદ્યાર્થીને મંદિરમાં ચોરીના આરોપોમાં પકડ્યો હતો, ત્યારે તે સગીર હતો. ત્યારબાદ શાળામાં પણ 18 વર્ષના દાનિશને અન્ય વિદ્યાર્થીઓ ચોર ચોર કેવા લાગ્યા હતા. આવી પરિસ્થિતિમાં સ્કૂલ મેનેજમેન્ટ એ તેને સ્કૂલે આવવાની પણ ના પાડી દીધી હતી.
ગુરૂવારના રોજ એટલે કે આજરોજ સવારે વિદ્યાર્થી પોતાની શાળાએ પહોંચ્યો હતો. ત્યાં તેને શાળાના આચાર્ય સાથે વાતચીત કરી હતી અને પછી સ્કૂલની બહાર આવી ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી શાળાની બાજુમાં આવેલી ત્રણ માળની બિલ્ડીંગ ઉપર ચડી ગયો હતો અને ત્યાંથી નીચે કૂદી જવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ પણ વિદ્યાર્થીને ત્યાંથી નીચે ઉતારવાના પ્રયાસો કરવા લાગી અને તેને સમજાવવાના પ્રયાસ કરવા લાગી. આ દરમિયાન વિદ્યાર્થીને બચાવવા માટે એક યુવક ધાબા ઉપર પહોંચી ગયો હતો. તે દોડીને વિદ્યાર્થીને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે પહેલા વિદ્યાર્થી ત્યાંથી નીચે કૂદી જાય છે. ઉપરથી વિદ્યાર્થીને નીચે કુદતા જોઈને ત્યાં નીચે ઉભેલા ASI વિદ્યાર્થી જમીન પર પડે તે પહેલા તેને પકડી લે છે.
ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ 3 માળની બિલ્ડીંગ પરથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ ઘટનાનો લાઈવ વિડિયો… pic.twitter.com/nwOyShWM4Q
— GUJJU ROCKZ (@gujju_rockz) February 2, 2023
આ ઘટનામાં ASIના છાતીના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment