દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ ની સુસાઈડ કરવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.
યુવકની માતા અને બહેન ઘરની અંદર કામ કરી રહ્યા હતા. ત્યારે યુવકે બીજા રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવકે ઘરેલુ વિવાદના કારણે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની હતી અને તેનું નામ સાહિલ હતું.
ઘટનાના દિવસે મોડી સાંજે સાહિલના પિતા અને ભાઈ કામ પર ગયા હતા. આ દરમિયાન ઘરે સાહિલ તેની માતા અને બહેન હાજર હતા. ત્યારે કાંઈક કામ છે તેમ કહીને સાહિલ બીજી રૂમમાં ગયો હતો. ત્યાં તેને દોરડાથી ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. થોડીક વાર બાદ માતા અને બહેને જ્યારે સાહિલને બોલાવ્યો પરંતુ સાહિલે અવાજ આપ્યો નહીં તેથી તેઓ રૂમમાં જોવા માટે ગયા હતા.
આ દરમિયાન તેમને સાહિલનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ સાહિલની માતા અને બહેને રડી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો સાહિલ સાત ભાઈ બહેનમાં સૌથી નાનો હતો.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાહિલના ભાઈના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. સાહિલના ભાભી રોજ નાની નાની વાતમાં ઘરમાં ઝઘડો કરતા હતા. જેના કારણે ઘરના બધા પરિવારના સભ્યો ખૂબ જ પરેશાન હતા. બધાને પરેશાન જોઈને સાહિલ વધુ પરેશાન થઈ જતો હતો. જેના કારણે સાઇલે છેલ્લા ત્રણ દિવસથી ખાધું પણ ન હતું. આ કારણોસર સાહિલે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment