દેશમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહે છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ભોપાલમાં એક વિદ્યાર્થીએ આઘાતજનક રીતે જીવન ટૂંકાવવી લીધું છે. આ વિદ્યાર્થીએ પોતાને એવું દર્દનાક મૃત્યુ આપ્યું છે કે જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. વિદ્યાર્થીએ સૌપ્રથમ તેના બે હાથ પર ઈલેક્ટ્રીક વાયર બાંધ્યા, ત્યાર પછી વાયરોને જોડીને પ્લગમાં નાખ્યા અને સાવણાની મદદથી સ્વીચ ચાલુ કરી.
જેના કારણે વિદ્યાર્થીને જોરદાર કરંટ લાગ્યો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના શનિવારના રોજ સાંજે નીલબાદ વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટના ને લઈને એક પોલીસ કરમી એ જણાવ્યું કે, આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ કુલદીપ વર્મા હતું અને તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. તે ક્રિષ્ના કોલોની માં ભાડાના મકાનમાં રહેતો હતો. શનિવારના રોજ સાંજે લગભગ 7.30 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે કુલદીપ પોતાની રૂમનો દરવાજો ખોલતો નથી.
આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે પોલીસને રૂમની અંદરથી કુલદીપનું મૃતદેહ જમીન પર પડેલું મળી આવ્યું હતું. તેના બંને હાથમાં ઈલેક્ટ્રીક તાર બાંધેલા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે કુલદેપે પોતાના એક હાથમાં વાયર બાંધીને ઈલેક્ટ્રીક પ્લગ સાથે જોડી દીધો. ત્યારબાદ તેને ઈલેક્ટ્રીક પ્લગની સ્વીચ શરૂ કરી હતી.
જેના કારણે તેને ખૂબ જબરદસ્ત વીજળી કરંટ લાગ્યો હતો. જેના કારણે કુલદીપનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. જેના કારણે જાણવા મળ્યું નથી કે કુલદીપે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કુલદીપનો મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુલદીપ નું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો કુલદીપ પરિવારનો એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર 26 ઓગસ્ટના રોજ સાંજના સમયે કુલદીપ એ પોતાના પિતા સાથે વાત કરી હતી. પિતાએ જણાવ્યું કે જ્યારે કુલદીપ એ મારી સાથે વાત કરી ત્યારે બધું સરખું હતું.
શનિવારના રોજ જ્યારે સવારે કુલદીપ ના પિતાએ તેને ફોન કર્યો ત્યારે કુલદીપ નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ કુલદીપ ના પિતાએ મકાનમાલિક ને ફોન કર્યો. જેથી મકાન માલિક સાંજના સમયે કુલદીપ પાસે પહોંચ્યા ત્યારે કુલદીપ ઘરનો દરવાજો ખોલતો ન હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment