આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણા લોકો આર્થિક રીતે પરેશાની થાય એને પોતાનો જીવ ટૂંકો કરે છે અને ઘણા લોકો માનસિક ત્રાસના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે. જ્યારે ઈન્દોરમાં નર્મદા વેલી ડેવલોપમેન્ટ ઓથોરિટીના ઓફિસરના દીકરાએ બુધવારના રોજ રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકે બે પેજની સુસાઈડ નોટ પણ લખી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ સાર્થક છે. તેને પોતાના પપ્પાને જિદ્દી અને પોતાની માને લાચાર ગણાવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસનું કહેવું છે કે તે ડિપ્રેશનમાં હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સાર્થકના પિતા બ્રિજેશકુમાર NVDA માં એડિશનલ ડાયરેક્ટર છે. સાથે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, સોરી! અને હવે હું શું બોલી જ શકું છું. મેં ઘણી બધી આશા સાથે JEE ની તૈયારી કરી હતી અને તૂટવાના કારણે તે બધું બગડવા લાગ્યું.
મેં વિચાર્યું હતું કે કેમ્પસ જઈશ, એન્જોય કરીશ પરંતુ ક્યાં આ ઓનલાઈન એસાઈન્મેન્ટ માં ફસાઈ ગયો. કદાય ટાળી શકાતું હતું. ઘણા લોકો પાસે તક હતી પરંતુ કશું ન કર્યું. હવે હિંમત નથી પ્રોબ્લેમ નો સામનો કરવાની અને આગળ જીવવાનું કોઈ કારણ નજર સામે આવતું નથી.
મારું પરિવાર પણ શાનદાર છે. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે પપ્પા જિદ્દી અને મારી માતા માસુમ અને લાચાર. આ ઉપરાંત લખ્યું હતું કે પપ્પા તમારે પરિવાર સાથે થોડોક ટાઈમ સ્પેન્ટ કરવાની જરૂર હતી. અમારી સાથે વાત કરવાની જરૂર હતી.
આ ઉપરાંત લખ્યું હોત કે જેટલી વાત તમારા ભાઈ બહેનો સાથે કરો છો એની અડધી ભણવા તમારી સાથે કરી હોત તો પણ ચાલી જાત.આ ઉપરાંત સાર્થકે લખ્યું હતું કે મમ્મી હું સમજી શકું છું કે તમે એકલા પડી જશો, પરંતુ હવે સહન નથી થતું. અને છેલ્લે લાગ્યું સોરી મમ્મી. અને પાછળ લખ્યું હતું કે, મનમાં હતું કે લખી નાખ્યું – I QUIT
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment