કોંગ્રેસના સંભવત પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે વીર શહીદ જવાન હરીશસિંહ ના પરિવારને લઈને કરી રજૂઆત,જાણો

Published on: 12:11 pm, Fri, 22 October 21

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કપડવંજના વણઝારા ગામ નો 25 વર્ષનો આર્મી જવાન શહીદ થયો હતો. હજુ તો બે દિવસ અગાઉ આર્મી જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાતા ભારે ગમગીની છવાઇ હતી. જવાનની અંતિમયાત્રામાં લાખો લોકો જોડાયા હતા.

કોંગ્રેસના સંભવિત પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રીને શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાની રકમ તેમજ વારસદારને સરકારી નોકરી આપવામાં આવી તેવી રજૂઆત કરી છે.હાર્દિક પટેલે કહ્યું કે, સાહેબ તમારી જાણમાં જરૂરથી હશે કે આંતકીઓ

સાથે થયેલી અથડામણમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ વણઝારીયા ગામ ના સેનાના જવાન હરીશ પરમારે શહીદી વ્હોરી લીધી છે ત્યારે એક બાજુ મને ગર્વ છે કે, હરીશભાઈ એ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પણ બીજી બાજુ તેમના મૃત્યુનું દુઃખ પણ થયું છે.

હરીશભાઇ ફક્ત 25 વર્ષના હતા તેમજ પોતાના પિતાના મોટા પુત્ર હતા અને નાનો ભાઈ હજી અભ્યાસ કરી રહ્યો છે. તેમનો પરિવાર આર્થિક રૂપથી સધ્ધર પણ નથી તેમ જ હવે તો તેનો એકમાત્ર આધાર પણ છીનવાઇ ગયો છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મારું નિવેદન છે કે, ના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે તથા સરકારી નોકરી પણ આપવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના સંભવત પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે વીર શહીદ જવાન હરીશસિંહ ના પરિવારને લઈને કરી રજૂઆત,જાણો"

Leave a comment

Your email address will not be published.


*