શેરીમાં ઘરની બહાર સાયકલ ચલાવી રહેલા બાળક પર રખડતા કૂતરાએ જીવલેણ પ્રહાર કર્યા, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો

મિત્રો છેલ્લા થોડાક દિવસોથી રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા કૂતરાઓના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે ઘરની બહાર સાયકલ ચલાવી રહેલા માસુમ બાળક ઉપર એક રખડતા કૂતરાએ જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના કેરળના કોઝીકોડમાં બની હતી. અહીં રવિવારના રોજ બપોરના સમયે એક બાળક પોતાના ઘરની બહાર સાયકલ ચલાવી રહ્યો હતો.

ત્યારે અચાનક જ સામેથી દોડીને આવીને એક કૂતરાએ બાળક પર જીવલેણ પ્રહાર કર્યા હતા. જેના કારણે બાળક જમીન પર પડી જાય છે. ત્યારબાદ કૂતરો તેના પર તૂટી પડે છે. આ ઘટનામાં બાળકના પગના અને હાથના ભાગે કૂતરાએ બચકા ભર્યા હતા.

ત્યારબાદ બાળક જેમ તેમ કરીને પોતાના ઘરમાં ઘૂસી જાય છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનાનો ભોગ બનેલો બાળક ધોરણ 7 અભ્યાસ કરે છે. આ ઘટનામાં તેના હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે.

આ ઉપરાંત તેના ચહેરાના અને છાતીના ભાગે પણ ઈજા પહોંચી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માસુમ બાળક ઉપર કૂતરો પ્રહાર કરે છે. બાળક પોતાને છોડવાના ઘણા બધા પ્રયત્નો કરે છે. પરંતુ કૂતરો બાળકને મુકતો નથી. ગમે તેમ કરીને બાળક પોતાના ઘરમાં ચાલ્યો જાય છે અને કુતરો ત્યાંથી ભાગી જાય છે.

સમગ્ર ઘટના બન્યા બાદ બાળકને સારવાર માટે તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યો હતો. કેરળમાં સતત રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે કેરળ સરકારે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*