દેશભરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. હાલમાં બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક આખલાએ રસ્તા પર ઉભેલા 4 વર્ષના માસુમ બાળકને અડફેટેમાં લીધો હતો. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ત્યાર પછી બાળકના પરિવારના લોકો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અલીગઢમાં બની હતી. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક બાળક શેરીમાં એકલો ઊભેલો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન ત્યાં એક કાળા રંગનો આખલો આવી પહોંચે છે. પછી અચાનક જ આખલો શાંતિથી ઉભેલા બાળકને અડફેટેમાં લે છે. ત્યાર પછી આખલો બાળકને થોડેક સુધી પોતાની સાથે ખેંચી ગયો હતો. પછી તે આખલો બાળક ઉપર બેસી ગયો હતો. જેના કારણે બાળકે બૂમાબૂમ કરી હતી.
દીકરાની ચીસો સાંભળીને પરિવારના સભ્યો અને અન્ય લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને આખલાની નીચેથી બાળકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ હચમચાવી દેનારી ઘટના આજરોજ સવારે 7.40 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર માસુમ બાળક સૌ પ્રથમ તેના પરિવારના સભ્યો સાથે ઘરની બહાર ફરતો હતો.
આ દરમિયાન બાળકના દાદા ઘરની બાજુમાં આવેલા ખાલી પ્લોટ માં ગયા હતા અને બાળક શેરીમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ એક આંખનો ત્યાં આવી પહોંચે છે તે સૌપ્રથમ શિંગડા વડે બાળકને હવામાં ફંગોળીને જમીન પર પછાડે છે. ત્યારબાદ પગથી બાળકને કચડી નાખે છે અને પછી તેના ઉપર બેસી જાય છે.
શેરીમાં રમતા 4 વર્ષના માસુમ બાળકને રખડતા આખલાએ ચુંદી નાખ્યો, પછી બાળક સાથે કંઈક એવું કર્યું કે…નબળા હૃદયવાળા લોકો આ વિડીયો નહીં જોતા… pic.twitter.com/vtNdRpdSZp
— GUJJU ROCKZ (@gujju_rockz) March 9, 2023
સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બાળક ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો. પરિવારના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. વીડિયો જોઈને મહાનગરપાલિકાની કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment