કુતરુ પાછળ પડતા રખડતા આખલાએ બાઈક સવાર બે યુવકોને ફૂટબોલની જેમ હવામાં ઉડાડીયા, પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Roaming Bull: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં રખડતા આખલાઓને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં આખલાની અડફેટેમાં આવતા બાઈક સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રખડતા આખલાએ બાઈક સવાર બંને યુવકોને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યા હતા.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઘટના બુધવારના રોજ સાંજના સમયે સાડા સાત વાગ્યાની આસપાસ શ્રી ગંગાનગર જિલ્લાના અનુપગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સૌપ્રથમ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી ત્યાંથી વધુ સારવાર માટે બિકાનેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ભજન લાલ અને મકબુલ ખાન નામના બે વ્યક્તિ બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમની બાઈકને એક રખડતો આખલો જોરદાર ટક્કર લગાવે છે. આ ઘટનામાં ભજનલાલના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોએ જણાવ્યું કે, આખલો જ્યારે શેરીમાં ઉભો હતો, ત્યારે કુતરુ આખલાની પાછળ દોડ્યું હતું.

જેના કારણે કુતરાથી બચવા આંખનો દોડવા લાગ્યો હતો અને ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર બે યુવકોને અડફેટેમાં લીધા હતા. આખલાની ટક્કરના કારણે બંને યુવકો હવામાં ફંગોળાઈને જમીન પર ફટકાયા હતા. જેના કારણે બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેની હાલત ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*