મિત્રો કર્ણાટકના રાયપુર જિલ્લામાં એક ગામમાં કૃષ્ણા નદીથી હાલમાં જ એક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી છે. આ મૂર્તિમાં બધા જ દશાવતાર ની આભા ચારે બાજુ કોતરેલી છે અને આ મૂર્તિ સાથે શિવલિંગ પણ મળી આવ્યું છે અને અમુક અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે
કૃષ્ણા નદીમાં મળેલી આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામ જેવી મૂર્તિ દેખાય છેરાયપુર યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વોના લેક્ચર પદ્મજા દેસાઈ ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશે જણાવ્યું કે કૃષ્ણ નદીમાં મળી આવેલા મૂર્તિમાં ઘણી બધી વિશેષતાઓ છે
અને તેઓ એમ પણ કહ્યું કે મૂર્તિમાં ભગવાન વિષ્ણુની ચારેબાજુ આભા, મત્સ્ય,કૂર્મ, વરાહ, નરસિંહા, વામન, રામ પરશુરામ કૃષ્ણ બુધ અને કલકી જેવા અવતારો દર્શાવવામાં આવ્યા છે.આ મૂર્તિ વિશે વધુમાં વાત કરવામાં આવે તો આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમની ચારભુજાઓ છે અને તેમના ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે તો નીચેના હાથમાં
વરદાન આપવાની સ્થિતિમાં છે.ડોક્ટર પદ્મજા દેસાઈએ જણાવ્યું કે આ મૂર્તિ કોઈ મંદિરના ગર્ભગૃહની શોભા રહી હશે ને એવું જણાઈ રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે મૂર્તિને પાણીમાં ફેંકી દેવામાં આવી છે અને તેમનું માનવું એવું છે કે આ મૂર્તિ 11મી કે 12 મી સદીની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment