દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 3 ભાઈ-બહેનના એક જ સાથે મોત થયા છે. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવાર આઘાતમાં સરી પડ્યા હતા. ત્રણ ભાઈ-બહેન અને એક મિત્ર કારમાં સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી.
ટ્રક ચાલક કારને 20 થી 25 મીટર સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો, ત્યારબાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. એક સાથે ત્રણેય ભાઈ-બહેનોની અર્થી ઉઠતા નજરે જોનાર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. અંતિમ સંસ્કાર વખતે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
વિગતવાર વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના મુરેનામાં બની હતી. 26 વર્ષના ઋષભ શર્મા, તેની 19 વર્ષની બહેન નેહા શર્મા અને નાનાભાઈ ધીરજ શર્મા અને પોતાના મિત્ર પ્રાંશુ યાદવ સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગવાલિયર ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ ગુરૂવારના રોજ સવારે તેઓ પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં તેમની કાર અને ટ્રક વચ્ચે સામ સામે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલમાં ડોક્ટરે ઋષભ, નેહા અને ધીરજને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રાંશુ યાદવની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અનેક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે કે ટ્રકનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. અકસ્માતની ઘટના બની આબાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. મૃત્યુ પામેલા ઋષભ શર્માના 28 જાન્યુઆરી 2023 રોજ લગ્ન થયા હતા. એનું હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલા પતિનું મોત થતાં પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
પામેલા ત્રણેય ભાઈ-બહેનના પિતા ગોવિંદ શર્માનું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું. હવે અકસ્માતમાં એક સાથે ત્રણેય ભાઈ બહેનના મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. એક સાથે ત્રણેય ભાઈ બહેનની અર્થી ઉઠતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment