પુરપાડ ઝડપે આવતા ટ્રકે સ્કૂલ રીક્ષાને લગાવી જોરદાર ટક્કર, એક 15 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ, 7 લોકો ઇજાગ્રસ્ત…જુઓ ઘટનાના CCTV ફૂટેજ

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે કોડીનારમાં સોમનાથ હાઇવે ઉપર અંબુજા કંપનીના ફાટક નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ રિક્ષા અને રોંગ સાઈડમાં ઉપાડ ઝડપે આવતા ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલે જોરદાર હતી કે રીક્ષા ઘટના સ્થળે જ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા દસેક બાળકો ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. જેમાં 15 વર્ષના વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ એ કરવામાં આવી હતી.

આ ઘટનામાં રીક્ષા ચાલક સહિત સાત એક બાળકોને નાની મોટી ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અંબુજા કંપનીના ફાટક પાસે રીક્ષા ટન લઇ રહી હતી. આ દરમિયાન રોંગ સાઈડ માંથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે રીક્ષા ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે રિક્ષામાં બેસેલા બાળકો અને રીક્ષા ચાલક ફંગોળાઈને રોડ પર પડ્યા હતા.

આ ઘટનામાં 15 વર્ષીય હરીતાબેન મહેન્દ્રભાઈ બારડ નામની માસુમ દીકરીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હરીતાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના મૃત્યુના કારણે માતા-પિતા આઘાતમાં ચાલ્યા ગયા હતા.

આ રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક ઘટના સ્થળેથી લગભગ 10 કિલોમીટર દૂર પ્રાચી નજીક હાઇવે પર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*