હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ટ્રેક્ટર ચાલે કે પોતાની ઝડપી સ્પીડ અને બેદરકારીના કારણે એક બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે બાઈક પર સવાર બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર બંનેનું દર્દનાક મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ટ્રેક્ટરને કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ અકસ્માતની ઘટના ગઈકાલે સાંજના સમયે મધ્યપ્રદેશમાં બની હતી. ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસે બંનેના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપ્યા હતા.
આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 45 વર્ષના લાલ રજક અને 25 વર્ષના વીરેન્દ્ર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને એક જ જગ્યાએ કામ પર જાય છે અને રાત્રે બંને પોતાનું કામ પૂરું કરીને ઘરે આવી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે બંને ભયંકર અકસ્માતનો શિકાર બન્યા હતા અને બંનેનું અકસ્માતમાં મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક્કર ચાલક વિરોધ ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment