દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂંવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ડમ્ફર ચાલકે સ્કૂટી પર સવાર દાદા અને પૌત્રને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર દાદા અને પૌત્રનું મોત થયું છે.
અકસ્માતની ઘટના શનિવારના રોજ બની આજે આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતની ઘટના બની આબાદ વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ ડમ્ફર ચાલક 6 વર્ષના બાળકને અને સ્કૂટીને 2 કિલોમીટર સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો.
આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના મહોબામાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ બાઈક દ્વારા ડમ્પર ચાલકનો પીછો કર્યો હતો. ડમ્પર ઊભું રખાવવા માટે ઘણી બુમબુમ કરી હતી. ડ્રાઇવર ડમ્પર રોક્યું જ નહીં. હાલમાં આ કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો હમીરપુર ચુંગી પાસે રહેતા નિવૃત્ત શિક્ષક 67 વર્ષીય ઉદીત નારાયણ પોતાના 6 વર્ષના પૌત્ર સાથે સ્કૂટી લઈને ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક ઝડપી ડમ્પર ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉદીત નારાયણનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
જ્યારે છ વર્ષનો બાળક અને સ્કુટી ડમ્પરની નીચે ફસાઈ ગયા હતા. લગભગ બંને બે કિલોમીટર સુધી ડમ્પર સાથે ઘસડાયા હતા. ત્યારબાદ ડમ્પર રોકાવામાં આવ્યું ત્યારે માસુમ બાળકના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
पूरे दो किलोमीटर तक इस डंपर में स्कूटी फँसकर घिसटती रही। दो साल का मासूम भी इसमें फँसा रहा। दिल्ली जैसी ये घटना यूपी के महोबा की है। pic.twitter.com/7QKIV9HB18
— SANJAY TRIPATHI (@sanjayjourno) February 26, 2023
અકસ્માતની ઘટના બંને આવાજ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment