આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને તમે સોશિયલ મીડિયામાં ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈ આવે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં એક કાર ચાલક એક બાઈકને જોરદાર ટક્કર લગાવે છે.
જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રાવણનું દહન જોઈને ઘરે પરત ફરી રહેલા કારચાલક યુવકે રસ્તાની બાજુમાં ઉભેલા બાઇક ચાલકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક ચાલક યુવક ઉછળીને 10 ફૂટ દૂર જઈને પડ્યો હતો.
ત્યારબાદ કાર એક ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના જબલપુરમાં બુધવારે રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. એક યુવક રાવણ દહન જોઈને પોતાની કારમાં ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે પીન્ટુ નામનો વ્યક્તિ પણ પોતાની બે પિતરાઈ બહેનો સાથે રાવણ દહન જોઈને ઘરે આવ્યો હતો. પીન્ટુ અને તેની બંને પિતરાઈ બહેનો ઘરની બહાર ઉભા હતા. ત્યારે અચાનક જ પાછળથી પુરપાડ ઝડપે આવતી એક કાર્ય પીન્ટુ અને તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
આ ટક્કરમાં પીન્ટુ લઈને દૂર જઈને પડ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં પીન્ટુને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીન્ટુની બંને પિતરાઈ બહેનો યોગ્ય સમયે બાઇક પરથી નીચે ઉતરી ગઈ જેના કારણે તે બંને બચી ગઈ છે.
આ સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે પીન્ટુ ભાનમાં આવશે ત્યારબાદ તેનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે કાર કબજે લઈ લીધી છે. પીન્ટુ ની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment