લગ્નના 54 વર્ષ બાદ આ મહિલાના ખોળે દીકરાનો જન્મ થયો, 70 વર્ષની ઉંમરે મહિલા માતા બની – જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સોમવારના રોજ 70 વર્ષથી વધારે ઉંમરના પતિ-પત્નીના ઘરે દીકરાનો જન્મ થયો છે. દીકરાની માતાની ઉંમર 70 વર્ષની છે અને પિતાની ઉંમર 75 વર્ષની છે. લગભગ લગ્નના 54 વર્ષ બાદ ઘરે દીકરાનો જન્મ થયો છે.

હાલમાં આ ઘટનાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. ડોક્ટરનું કેવું છે કે રાજસ્થાનનો આ પહેલો કિસ્સો છે. આ કિસ્સો રાજસ્થાનના અલવરમાં બની હતી. જેમાં મહિલાએ 70 વર્ષની ઉંમરે દીકરાને જન્મ આપ્યો છે. આઈવીએફ ટેકનોલોજીથી દેશ દુનિયામાં પહેલા પણ ઘણા વૃદ્ધ પતિ પત્ની માતા-પિતા બન્યા છે.

બાળકના પિતા ગોપીચંદ નું કહેવું છે કે, પેલા દીકરાની ખુશી કેવી રીતે જાહેર કરવી તે સમજાતું નથી. ગોપીચંદના ઘરે લગ્નના 54 વર્ષ બાદ દીકરાનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરાનો જન્મ થયા બાદ ગોપીચંદે કહ્યું કે, હવે તો દુનિયામાં બધું બરાબર થઈ ગયું છે.

હવે તેમનો વંશ પણ આગળ વધી શકશે. દીકરાનો જન્મ થયા બાદ ગોપીચંદ ની પત્ની ચંદ્રવતીની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરોનું કહેવું છે કે, આટલી ઉંમરે બાળકોના જન્મ થવા આવા ખૂબ જ ઓછા કિસ્સાઓ હોય છે.

રાજસ્થાનનો કદાચ આ પ્રથમ કેસ છે, જેમાં 75 વર્ષીય પુરુષ અને 70 વર્ષીય મહિલાના ઘરે દીકરાનો જન્મ થયો હોય. જન્મેલા બાળકનો વજન અંદાજે પોણા ત્રણ કિલો છે IVF પદ્ધતિથી બાળકનો જન્મ થયો છે. લગભગ નવ મહિના પહેલા ચંદ્રવતી સાથે આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારે લગ્નના 54 વર્ષ બાદ હવે દીકરાનો જન્મ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*