સુરતમાં રિક્ષામાં થયો દીકરાનો જન્મ..! રિક્ષામાં દવાખાને જતી વખતે ગર્ભવતી મહિલાને અચાનક પીડા ઉપડી અને પછી તો…

મિત્રો સુરત શહેરની 108ની ટીમની સરાહનીય કામગીરી નો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક મહિલા રિક્ષામાં બેસીને ડીલેવરીના ચેકઅપ માટે જઈ રહી હતી. ત્યારે મહિલા ને અચાનક જ રસ્તામાં પીડા ઉપડી હતી. ત્યારબાદ 108 ની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.

108 ની ટીમે ઘટના સ્થળે પહોંચીને રસ્તાની વચ્ચોવચ રીક્ષાની અંદર મહિલાની ડીલેવરી કરી હતી. મહિલાએ રીક્ષાની અંદર બાળકને જન્મ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર ડીલેવરીમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી.

હાલમાં સોશિયલ મીડિયામાં સુરતમાં બનેલા આ કિસ્સાની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતને અડાજણ ખાતે રહેતા અરવિંદભાઈ દેવીપુજકના પત્ની ચકુબેન પોતાના પતિ સાથે ડીલીવરીના ચેકઅપ માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.

ત્યારે રીક્ષા પાલનપુર પાટિયા પાસે પહોંચી ત્યારે ચકુબેન ને અચાનક જ દુખાવો ઉપડ્યો હતો. ચકુબેનની હાલત જોઈને રીક્ષા ચાલકે તાત્કાલિક રીક્ષા ઉભી રાખી દીધી હતી અને 108 ની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી 108ની ધીમે જરાક પણ વિલંબ કર્યા વિના મહિલાની ડિલિવરી રિક્ષામાં જ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ રિક્ષાને ચારે બાજુથી ચાદરથી ઢાંકી દેવામાં આવી હતી અને અને પછી ડોક્ટરોનું માર્ગદર્શન લઈને 108ની ટીમે મહિલાની ડિલિવરી રિક્ષામાં જ કરી હતી.

ચકુબેને રિક્ષામાં દીકરાને જન્મ આપ્યો હતો. ડીલેવરી બાદ ચકુબેન અને તેમનો દીકરો બંને સ્વસ્થ છે. ત્યારબાદ બંનેને રાંદલ હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. ચકુબેનનું આ પાંચમો સંતાન છે. હાલમાં 108 ની ટીમની આ કામગીરીની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. લોકો 108 ની ટીમના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. મિત્રો આ સુંદર અને ખૂબ જ સારા કાર્ય વિશે તમારું શું કહેવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*