રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આવશે. અને ઘણા અકસ્માતની તમે એક પણ ઘટનાઓ સાંભળી હશે જેમાં આખા પરિવાર મૃત્યુ પામ્યા છે.
ત્યારે તલોદના રોઝડની સીમા પેટ્રોલ પંપ નજીક એક વાહન આગળ જઈ રહેલી બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. તેના કારણે બાઈક પર સવાર પિતા-પુત્ર રોડ પર નીચે પડ્યા હતા અને બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
તેના કારણે બંનેનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 27 ઓક્ટોબરના રોજ બની હતી.
27 તારીખ ના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ સુમારે તલોદથી રોઝડ તરફ જતા રોડ ઉપર પેટ્રોલ પંપની નજીક GJ 27 TT 5374 ના ચાલ હિતેશભાઈ રાકેશભાઈ ડાભી એ આગળ જઈ રહેલી GJ 09 CV 2857 નંબરની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા દશરથ સિંહ અમરસિંહ પરમાર તથા પુત્ર અનિકેત દશરથસિંહ પરમારનું મૃત્યુ થયું છે. બંનેના માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે બનેલી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટનાને લઈને પોલીસે વાહનચાલક જયપાલસિંહ પરમારની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હા ઘટના બનતા જ ગામમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પિતા અને પુત્રનું એક જ દિવસમાં મૃત્યુ થવાના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment