અમદાવાદ વડોદરા હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક ટ્રેલર ચાલકનું મૃત્યુ થયું છે. ગઈકાલે રાત્રે આઇસર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રેલરના કેબિનમાં આગ લાગી ઉઠી હતી. અને ટ્રેલર ડ્રાઇવર જીવતો સળગી ગયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 44 વર્ષીય નરેશ જગદીશનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઉપરાંત કેબિનમાં આગ લાગી જવાના કારણે કમરના ભાગે પણ ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આઇસર પાછળ ટ્રેલર અથડાયા બાદ ટ્રેલર પાછળ એક ટેન્કર અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેઇલરના કિલનરને સામાન્ય ઇજા પહોંચી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર ટ્રેલર ઝલક પુરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તે કારણોસર અકસ્માત સર્જાયો હતો. પરંતુ એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે તો આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment