કોલેજમાં એડમિશન લેવા જઈ રહેલા વિદ્યાર્થીની કાર પાર્ક કરેલા, ટ્રેલર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 3 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 10:32 am, Sat, 5 February 22

ઉત્તર પ્રદેશના લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર બીચિયામાં રહેતા 30 વર્ષીય શિવમ ત્રિપાઠી MBBS ના અભ્યાસમાં સિલેક્ટ થયો હતો. ત્યારે શિવમના કાકા બ્રિજેશ ત્રિપાઠી (ઉંમર 45 વર્ષ), શિવમના મામા અજય પાંડે (ઉંમર 46 વર્ષ), પિતરાઈ ભાઈ આશુતોષ શુક્લા ગુરુવારે સાંજે શિવમનું એડમિશન કરાવવા માટે નોઈડા કોલેજમાં જવા માટે રવાના થયા હતા.

જ્યારે તેઓ શુક્રવારના રોજ સવારે લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર જઈ રહ્યા હતા ત્યારે જોગી કોર્ટ નજીક પાર્ક કરેલા ટ્રેલર સાથે તેમની કાર અથડાઈ હતી.

આ અકસ્માતમાં શિવમ, શિવમના કાકા અને તેના મામાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બન્યો ત્યારે પિતરાઇભાઇ કાર ચલાવી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર અચાનક કાર બેકાબુ થઇ ગઈ હતી અને રોડની સાઈડમાં ઉભેલ આ ટ્રેલર સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોલેજમાં એડમિશન લેવા જઈ રહેલા વિદ્યાર્થીની કાર પાર્ક કરેલા, ટ્રેલર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 3 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*