અકસ્માતની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે, ત્યારે મુંબઇની એક સુપરમોડેલ એવી એશ્ર પટેલ કે જેને નડ્યો અકસ્માત અને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી. મધ્યપ્રદેશ તરફથી આવતી એક એક કાર સાથે તેની કારને ટક્કર લાગતાં સર્જાયો હતો ગંભીર અકસ્માત કે જેમાં મુંબઈની સુપરમોડેલ પટેલ પોતે જ પોતાની કાર ચલાવતી હતી ત્યારે બન્યો હતો બનાવ.
વિસ્તૃતમાં જણાવીશ તો છોટાઉદેપુર જિલ્લામાં ગુરૂવારના રોજ આ અકસ્માત બન્યો હતો. જેમાં મુંબઈની મોડેલ પટેલને ઇકો ગાડી સાથે પોતાની કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અકસ્માત તેને બોડેલી નજીક સૂર્યઘોડા પાસે નડયો હતો.
જાણવા મળ્યું હતું કે એશ્રા પટેલ છોટાઉદેપુર થી કાવિઠા ગામ જઈ રહી હતી. ત્યારે કોઈ કારની ટક્કર અને કાર સાથે થઇ જતાં તેને હાથ અને પગમાં ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ગત ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે એશ્રા પટેલે કાવિઠા ગ્રામ પંચાયતમાંથી સરપંચના પદ માટે ચૂંટણી લડી હતી.
જ્યારે એ છોટાઉદેપુર થી કાવિઠા ગામ જઈ રહી હતી, ત્યારે તે પોતાની કાર ખુદ ચલાવી રહી હતી. ત્યારે કોઈ કાર સાથે ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એશ્રા પટેલને ઢોકળીયા પબ્લિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ તેમની સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે સાથે બંને કારને મોટુ નુકશાન પણ થયું છે. એશ્રા પટેલને હાથને પગ ઉપરાંત તેના શરીર અને મોઢા પર પણ ઘણી ઈજાઓ પહોંચી છે. તેઓ સરપંચની ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય એ છે કે તાજેતરમાં જ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે ચર્ચામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે એશ્રા પટેલ છોટાઉદેપુરના કાવીઠા ગામની વતની છે. તેણે હારનો સામનો પણ કર્યો છે. એટલું જ નહિ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે માથાકુટ થતાં એશ્રા પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ હતી, ત્યારે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો એમ પણ કહી શકાય.
મુંબઈ ની સુપર મોડેલ છે કે જે પોતાના ગામની ચૂંટણી વખતે સરપંચ પદ માટે ચૂંટણી પણ લડી ચૂકી છે.જેમાં તેમની હાર થઈ હતી છતાં પણ તેમણે સરપંચની ચૂંટણીમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. ચૂંટણી વખતે એશ્રા પટેલ અને તેમના પ્રતિસ્પર્ધી ના સમર્થક સામસામે આવી ગયા હતા, ત્યારે એ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment