છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શુક્રવારના રોજ સવારે બનેલી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરસાવા બડાગામ ગામ નજીક નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં જયપુરના રહેવાસી પતિ-પત્ની અને પુત્ર એ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જયપુર ના રહેવાસી નીતીન મહેશ્વરી તેની પત્ની અને બંને પુત્ર સાથે અબોહર લગ્નમાં જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમની કાર બેકાબુ બની ગઈ હતી અને કાર સામેથી આવતી SUV કાર સાથે જઈને અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં નીતિન મહેશ્વરી, તેમનો પુત્ર દક્ષ અને SUV કારમાં બેઠેલી એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત અકસ્માતમાં નિતીન મહેશ્વરીની પત્ની સપના અને બીજો પુત્ર તમન્ય અને SUV કારમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં નિતીન મહેશ્વરી ની પત્ની સપના ની હાલત ખુબ જ નાજુક હતી.
તેના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં બંને કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, ડ્રાઈવરને ઊંઘ આવવાના કારણે સામેથી આવી રહેલી બીજી કાર સાથે કારનો અકસ્માત થયું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક જ દિવસે પતિ-પત્ની અને દીકરા ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment