માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલી 2 મહિલાઓને અને 2 યુવતીઓને નડ્યો ગંભીર અકસ્માત, 4 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ મૈનપુરીમાં ઔંછા વિસ્તારમાં સોમવારના રોજ બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી.

આ અકસ્માતમાં બે મહિલાઓ અને બે યુવતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક સાથે ચાર લોકોના મૃત્યુ થતાં ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. થાના જસરાના વિસ્તારના ખંડિત ગામનો રહેવાસી સર્વેશ કુમાર ટ્રેક્ટર ટ્રોલીમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સાથે શીતળા માતાજીના મંદિરે પૂજા કરવા માટે ગયા હતા.

જ્યારે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ઉંચા વિસ્તારના નાગલા ગામ પાસે ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈ ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. ઉપરાંત 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષીય રાગિણી, 35 વર્ષીય માલતિ, 12 વર્ષીય ગરિમા અને એક 60 વર્ષીય ગીતા દેવી નું કરૂણ મૃત્યુ થયું હતું.

એક સાથે ચાર લોકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા. મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ની ઝડપ વધુ હોવાના કારણે ટ્રોલી બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી આ કારણોસર ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.

આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે આસપાસના લોકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*