24 માસુમ બાળકોથી ભરેલી સ્કૂલ બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો…

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરના અનેક રાજ્યોમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. ત્યારે મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ ઉપરથી પણ પાણી વહેવા લાગ્યા છે.

જેના કારણે મુસાફરી કરનાર લોકોને ભારે મુશ્કેલી પડી રહે છે. ત્યારે મધ્યપ્રદેશમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ નાળાની વચ્ચે વચ્ચે ફસાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર કલાકો સુધી બસમાં સવાર 24 જેટલા માસુમ બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

આ ઘટના બનતા જ ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પાણીમાં ફસાયેલી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો શાજાપુર જિલ્લાના બિકાલાખેડી ગામ પાસે એક સ્કૂલ બસ ગટરના પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે ફસાઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે બસની અંદર 24 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પાણીમાં ફસાઈ જવાના કારણે બાળકો રડવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ ગામના લોકોને થતા ગામના લોકોએ હિંમત બતાવીને ટ્રેક્ટરની મદદથી દોરડું બાંધીને બસને પાણીના વહેતા પ્રવાહમાંથી બહાર કાઢી હતી.

જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર ANURAG DWARY નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બસમાં સવાર બાળકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સ્કૂલ બસ બાળકોને ઘરે મૂકવા જતી હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*