સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આપણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોની ઈમાનદારીના કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે આજે આપણે અમદાવાદના એક બા અને દાદાની ઈમાનદારીનું એક કિસ્સો સાંભળવાના છીએ. બા-દાદાની ઈમાનદારી જોઈને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો.
આ ઈમાનદારીનો કિસ્સો અમદાવાદમાં માટલા વેચતા એક બા અને દાદાનો છે. આ બા-દાદાને 8 લાખ રૂપિયા રોકડા ભરેલું બેગ મળ્યું હતું અને પછી આ વૃદ્ધ દંપતીએ પોતાની ઈમાનદારી બતાવીને આ બેગ તેના મૂળ માલિકને પરત કર્યું હતું અને પોતાની ખુમારી સાબિત કરી હતી.
સમગ્ર કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા નરેશભાઈ પટેલ એક થેલીમાં 8 લાખ રૂપિયા લઈને ઉમા સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નરેશભાઈને ખબર ન રહી અને તેમની પૈસાથી ભરેલી થેલી પડી ગઈ હતી.
થોડીક વાર પછી તેમને ખબર પડી કે તેમની પૈસાથી ભરેલી થેલી પડી ગઈ છે એટલે તેમને તાત્કાલિક ધોરણે શોધખોળ શરૂ કરી દીધી હતી. તેઓ જ્યારે ઉમા સ્કૂલ પાસે પૈસાથી ભરેલી થેલીની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં માટલા વેચતા વૃદ્ધ દંપતીની તેમને પૂછપરછ કરી હતી.
ત્યારે આ વૃદ્ધ દંપતીએ પોતાની પાસે રહેલી પૈસાથી ભરેલી થેલી નરેશભાઈને આપી હતી. પછી જોયું તો થેલીમાં આઠ લાખ રૂપિયા રોકડા હતા તેમાંથી એક નોટ પણ ઓછી થઈ ન હતી. પોતાની પૈસાથી ભરેલી થેલી જોઈને યુવક વૃદ્ધ દંપતીના પગમાં પડી ગયો હતો અને તેમની ઈમાનદારીના વખાણ કર્યા હતા.
મિત્રો માટલા વેચતા આ વૃદ્ધ દંપતીનું નામ જમનાબેન અને બાબુભાઈ પ્રજાપતિ છે. તેમની આ ઈમાનદારીની જાણ શ્રીકૃષ્ણ સેવારથ સંસ્થાને થઈ હતી. આ સંસ્થાએ બા-દાદાની ઈમાનદારી જોઈને તેમને પ્રામાણિકતાના બદલામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ આપીને તેમનો સન્માન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment