વિધવા પુત્રવધુને પોતાના ઘરે પાછો ન જવું પડે એટલે પટેલ પરિવાર 35 વર્ષના યુવાનને દતક લીધો અને પછી કંઈક એવું કર્યું કે… આખા ગુજરાતમાં પટેલ પરિવારની થઈ રહી છે વાહ વાહ…

Published on: 4:29 pm, Thu, 22 December 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે ઘણા સમય પહેલા બનેલા એક સુંદર કિસ્સા વિશે વાત કરવાના છીએ. જીવનમાં બધી જ વ્યક્તિને એક જ જીવન સાથીની જરૂર પડતી હોય છે અને તેની જ સાથે તેઓ પોતાનો આખું જીવન વિતાવતા હોય છે. પરંતુ ઘણી વખત અમુક એવી દુઃખદ ઘટના કે અકસ્માત બનતા હોય છે જેમાં બંનેમાંથી એકને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

મૃત્યુ બાદ બીજો વ્યક્તિ હંમેશા એકલો પડી જતો હોય છે અને તે જીવનમાં નિરાશા અનુભવતો હોય છે. મિત્રો આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં પરિવારના લોકો વિધવા સ્ત્રીના લગ્ન કરાવતા હોય છે અને તેના જીવનની નવી શરૂઆત કરાવતા હોય છે. ત્યારે હાલમાં તેઓ એક કિસ્સો સામે આવ્યો છે.

આજથી ઘણા સમય પહેલા આ કિસ્સો માંડવી તાલુકાના વરજડી ગામમાં બન્યો હતો. જ્યાં ઈશ્વરભાઈ ભીમાણીના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર પરિવારનો 35 વર્ષનો દીકરો સચિન ઈલેક્ટ્રીક મશીનથી ગાય દોતો હતો ત્યારે અકસ્માતે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું.

સચિનના મૃત્યુના કારણે તેની પત્ની, બે દીકરાઓ અને માતા પિતા નોંધારા બન્યા હતા. સચિનના મૃત્યુના કારણે પરિવારમાં અંધકાર છવાઈ ગયો હતો. સચિનના મૃત્યુ બાદ પુત્રવધુ મિતાલીના ભવિષ્યની ચિંતા પરિવારના લોકોને વધી ગઈ હતી. સામાજિક રીતે રિવાજ મુજબ સારું ઠેકાણું ગોતી દીકરી તરીકે પુત્રવધુને વળાવવા માનસિક દબાણ પણ વધી રહ્યું હતું.

ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું કે, દીકરાના નિધન બાદ અમને થયું કે પૌત્રને બધા જ જતા રહેશે તો અમારું ઘર ખાલી થઈ જશે. આવી પરિસ્થિતિમાં અમે રહી શકશે નહીં. તેમને પૌત્ર સાથે પહેલેથી જ લગાવ હતો. તે તેના મમ્મી પપ્પા કરતા વધારે અમારી સાથે રહેતા હતા. અમારી આ ચિંતામાં મારા સાઢુભાઈ વિસનજીભાઈ ભગતે અમને એક રસ્તો બતાવ્યો હતો. તેમને કહ્યું કે બધા લોકો તમારી પાસે રહેશે.

એટલા માટે તમારે એક દીકરો દતક લઈને પુત્રવધુના લગ્ન દીકરા સાથે કરવાના રહેશે. પછી ઈશ્વરભાઈ ભીમાણીની મુલાકાત યોગેશભાઈ સાથે થઈ હતી. ઈશ્વરભાઈ ભીમાણીએ જણાવ્યું કે યોગેશ મારા સચિન જેવો જ છે. યોગેશ એ પણ કહ્યું કે તેમને કે મિતલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારા સપના હું પુરા કરીશ. ઈશ્વરભાઈ ભીમાણીએ યોગેશના સદા માતા પિતાનો આભાર માન્યો કે એમણે અમને દીકરો આપી દીધો.

અમારા પૌત્ર કરતાં પણ અમારી પુત્રવધુ ઘરે રહી તેનો અમને વધારે હરખ છે. મળતી માહિતી અનુસાર યોગેશને દતક વિધિ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે લક્ષ્મીનારાયણ મંદિરમાં યોગેશ અને મિતાલીના ફૂલહાર કરીને હિન્દુ રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિધવા પુત્રવધુને પોતાના ઘરે પાછો ન જવું પડે એટલે પટેલ પરિવાર 35 વર્ષના યુવાનને દતક લીધો અને પછી કંઈક એવું કર્યું કે… આખા ગુજરાતમાં પટેલ પરિવારની થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*