સુરત શહેરમાં દીકરી ગ્રીષ્મા સાથે બનેલી ઘટનાએ સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં પ્રેમમાં પાગલ બનેલા ફેનીલ ગોયાણી નામના યુવકે દીકરી ગ્રીષ્માનો જાહેરમાં જીવ લઈ લીધો હતો. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે. અમદાવાદમાં(Ahmedabad) સરદારનગર(Sardarnagar) વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ પરિણીત મહિલાનો ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મહિલા પોતાના દીકરાને સ્કૂલે મૂકવા માટે એક રિક્ષામાં જતી હતી. આ દરમિયાન રિક્ષાચાલક સાથે મહિલાનો પરિચય થયો હતો. ત્યાર પછી તો રીક્ષા ચાલક મહિલાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાની જીતે ચડ્યો હતો. એટલું જ નહીં પરંતુ રીક્ષા ચાલક પોતાના પરિવાર સાથે મહિલાના પિતાના ઘરે પણ પહોંચી ગયો હતો. ત્યારે પાણી થાય કીધું હતું કે તેને છુટાછેડા લીધા નથી તો કેવી રીતે તારી સાથે લગ્ન કરે. આ વાતથી એક તરફી પ્રેમમાં પાગલ બનેલો રીક્ષા ચાલક ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો.
પછી તેને ધારદાર વસ્તુ વડે મહિલા ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે મહિલાઓ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરનાર આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, અમારા ધ્યાન પર એક યુવતી ની ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાની વિગત સામે આવી હતી.. જોકે બાદ અમે તપાસ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે મહિલાએ જણાવ્યું કે એક યુવક તેને પરેશાન કરતો હતો. તે પરણીત છે પરંતુ તે પતિથી આઠ વર્ષથી અલગ રહે છે.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં રહેતી યુવતીના લગ્ન રાજસ્થાનના તેના જ સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે રાજસ્થાનમાં રહેતી હતી, ત્યાં તે એક બાળકની માતા બની હતી. થોડાક સમય પછી પતિ સાથે અણ બનાવ થતા તે પોતાના બાળકને લઈને અમદાવાદ પિયરમાં આવી ગઈ હતી. થોડાક સમય બાદ યુવતીએ પોતાના બાળકને ભણવા માટે નજીકની શાળામાં મૂકી દીધો હતો.
મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા માટે રિક્ષામાં જતી હતી. તે દરરોજ એક જ રિક્ષામાં જતી અને આવતી હતી. આ દરમિયાન મહિલાની રીક્ષા ચાલક નવીન સાથે ઓળખ થઈ હતી. પછી ધીમે ધીમે નવીન અને મહિલા બંને સાથે એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. બંનેની ફોન પર પણ ઘણી વખત વાતો થતી હતી. આ દરમિયાન નવીન મહિલાના પ્રેમમાં પડી ગયો હતો અને મહિલાને પામવાના પ્રયાસો કરતો હતો.
પરંતુ મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થયા ન હતા. મહિલા નવીન સાથે વાતો કરતી હતી. પરંતુ તેનો નવીન સાથે લગ્ન કરવાનો કોઈ પણ પ્રકારનો વિચાર ન હતો. ગઈકાલે મહિલા બપોરે પોતાના ઘરે હતી. આ દરમિયાન નવીન તેના પરિવાર સાથે મહિલાના ઘરે પહોંચ્યો હતો. ત્યાર પછી નવી ને બધાની હાજરીમાં મહિલાને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.
ત્યારે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી કારણ કે તેના છૂટાછેડા થયા નથી. ત્યાર પછી તો નવીન મહિલા સાથે લગ્ન કરવાની જીદ પર બેઠો હતો. લગ્ન કરવાની ના પાડતા ગુસ્સામાં ભરાયેલા નવીને ધારદાર વસ્તુઓ વડે મહિલાના ગળાના ભાગ ઉપર પ્રહાર કર્યા હતા. ત્યાર પછી નવીન પોતાના પરિવાર સાથે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ સરદારનગર પોલીસે આરોપી નવીનને ઝડપી લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment